શૈશવનું સ્મિત

Price

₹ 180.00

Stock available
Stock available quantity : 1474
Quantity

વિવિધ વિદ્વાનોએ બાળકો વિશે કરેલાં વિધાનોને ‘શૈશવનું સ્મિત’ પુસ્તકમાં સંચિત કરવામાં આવ્યાં છે. એકસો ચોંસઠ જેટલાં અવતરણો અહીં લેવાયાં છે. જેમાંથી બાળકની મહત્તા, નિર્દોષતા, ઉછેર, નિખાસલતાનાં અનેક સ્વરૂપો પુસ્તકમાં ઊપસી આવ્યાં છે. પુસ્તકનું મજાનું પાસું એ છે કે આ દરેક અવતરણોના વિચારને અનુરૂપ સુંદર રેખાચિત્રો અવતરણની સાથે જ મુકાયાં છે, જે આ પુસ્તકની સુંદરતાને વધુ ખીલવવાનું કામ કરે છે. આરંભમાં શ્રી હર્ષદ પ્ર. શાહે આ પુસ્તકના મહત્ત્વ વિશે એક સુંદર વિધાન ટાંક્યું છે કે ‘મારી એવી ઇચ્છા છે કે ગુજરાતનાં ઘરેઘરમાં આ પુસ્તક પહોંચે. સ્વજનો અને મિત્રોના જન્મદિવસે આ પુસ્તક ભેટસ્વરૂપે અપાય. આ પુસ્તક પરિવારનું આભૂષણ બની રહેશે.’.

પુસ્તકનું નામ: ‘શૈશવનું સ્મિત’, (બીજી આવૃત્તિ) પ્રસ્તુતિ: હર્ષદ પ્ર. શાહ, પૃષ્ઠ: ૧૬૬