શિક્ષણમાં ભારતીય ચિંતન
Price
₹ 50.00
Stock available
Stock available quantity : 125
શિક્ષણમાં વધતા જતા અંગ્રેજીકરણને કારણે આજે કેવી કેવી સમસ્યાઓ હાવી બની ગઈ છે. આપણી પાસે ઉત્તમ શિક્ષણવ્યવસ્થા હોવા છતાંય આપણે અંગેજી શિક્ષણ અને તેની શિક્ષણપ્રણાલી પર કેવા નિર્ભર બની ગયા ને આજે લાચાર બન્યા છીએ. આમ જોઈએ તો આજના આપણા શિક્ષણમાં ભારતીયપણું ક્યાંય નથી. જૂજ વ્યક્તિઓને કારણે આપણે કેવી રીતે મેકોલેની શિક્ષણનીતિથી બંધાઈ ગયા છીએ કે આઝાદીનાં આટલાં વર્ષો પછી પણ તેમાંથી મુક્ત થઈ શકતા નથી. આપણું પ્રાચીન, પૌરાણિક સાહિત્ય જે અનેક વિવિધતા અને જ્ઞાનસમૃદ્ધિથી સભર છે તેનાથી આજનું શિક્ષણ કેટલું વેગળું ચાલે છે તે આપણે જોઈ શકીએ છીએ. તેવા સમયે ‘શિક્ષણમાં ભારતીય ચિંતન’ પુસ્તકમાં ભારતીય પ્રાચીન શિક્ષણપરંપરાને સ્થાપિત કરી અંગ્રેજી કેળવણી સામે ભારતીય મૂળની કેળવણી પર વિશેષ ભાર મૂકે છે. આ પુસ્તકમાં 13 જેટલા લેખો સંચિત કરવામાં આવ્યા છે. જે શિક્ષણમાં ભારતીય ચિંતનને સ્વીકારે છે. આપણા શિક્ષણનો આધાર કેમ ભારતીય ચિંતનમાં રહેલો છે, શિક્ષણનો વૈદિક સંદર્ભ શો?, શિક્ષણની પદ્ધતિઓ, શિક્ષણનું માધ્યમ વગેરે જેવા મહત્ત્વપૂર્ણ વિષયો પર પુસ્તકમાં ચિંતન કરવામાં આવ્યું છે.
પુસ્તકનું નામ: ‘શિક્ષણમાં ભારતીય ચિંતન’, સંપાદન: ડૉ. પીયુષ દેસાઈ, ઋતા પરમાર, પૃષ્ઠ:
૧૦૪