પરિવાર આહાર માર્ગદર્શિકા

Price

₹ 120.00

Stock available
Stock available quantity : 465
Quantity

આપણા દેશમાં ઘણા લોકો કુપોષણથી પીડાય છે. કેટલાક લોકો અલ્પ પોષણથી તો કેટલાક લોકો અતિ પોષણની સમસ્યાથી પીડાય છે. આથી જો દરેક વ્યક્તિને તેને જરૂરી એવાં વિવિધ પોષક તત્ત્વો કેટલા પ્રમાણમાં લેવાં જોઈએ તે જાણવું જોઈએ. જેમકે, જુદી જુદી ઉંમરે કેટલાં કેલરી, પ્રોટીન, વિટામિન્સ, ક્ષારોની જરૂર છે અને ક્યા કયા ખાદ્ય પદાર્થમાંથી તેને કેવા પ્રકારનું પોષણ મળશે તેની જાણકારી આ પુસ્તિકામાં આપવામાં આવી છે. આહાર અને પોષણનું માનવજીવનમાં મહત્ત્વ અને તેના ઉપર અસર કરતાં આર્થિક, સામાજિક અને મનોવૈજ્ઞાનિક પરિબળો, આહારનાં જૂથો, રાંધણક્રિયાની પોષક તત્ત્વો પર અસર, કિશોરાવસ્થા, સગર્ભાવસ્થા, પુખ્તવયની વ્યક્તિનું આહાર-આયોજન કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગેની માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે.

પુસ્તકનું નામ : પરિવાર આહાર માર્ગદર્શિકા (સંપાદક – પ્રા.ક્રિષ્ના ઠક્કર, ડૉ.નીતા ચૌધરી)