પ્રૂફરીડિંગ : સજ્જતા અને કાર્યક્ષેત્ર

Price

₹ 50.00

Stock available
Stock available quantity : 120
Quantity

ભાષાને ચીવટપૂર્વક પ્રયોજવાથી સંપ્રેષણની ગરબડો ઘટે છે અને અસરકારકતા વધે છે. ભાષાને નિયમબદ્ધ લખવી એ ક્યારેય જડતા ન કહી શકાય. ભાષાનું વ્યાકરણ જડતા તરફ નહીં, ચૈતન્ય તરફ દોરી જાય છે. ભાષાને સારી રીતે સમજીને વાપરવાથી જ અર્થસભરતા અને અર્થવાહકતા વધે છે. આપણે આપણી ભાષાના નિયમો અને એની વૈજ્ઞાનિકતા સમજવા પાછળ બિલકુલ સમય આપતા નથી. એટલી હદ સુધી કે કેટલાંયે ઘરમાં, કેટલાય શિક્ષકો પાસે જોડણીકોશ પણ નથી. કદાચ એ જોયો પણ નહીં હોય. આ તો ભાષાની સરાસર ઉપેક્ષા છે. વ્યાકરણ એ તો ભાષાનું અનુશાસન છે... અને એ જ સૈન્ય જીતે છે જે અનુશાસનબદ્ધ હોય છે. જેવી રીતે દોરીના બંધનથી બંધાયેલો પતંગ જ આકાશની ઊંચાઈને આંબી શકે છે, તેવી જ રીતે વ્યાકરણના બંધનથી સુગ્રથિત ભાષા જ ગરિમા પામે છે. પ્રસ્તુત પુસ્તકનો આશય એ રહ્યો છે કે લખાણમાં રહેલી અશુદ્ધિઓને દૂર કરવા કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ અને તે માટેની નિશાનીઓ કેવી રીતે પ્રયોજવી જોઈએ તેની સમજ આપી છે. આશા છે કે આ પુસ્તક ભાષાપ્રેમીઓને ખૂબ જ ઉપયોગી નીવડશે.

પુસ્તકનું નામ: ‘પ્રૂફરીડિંગ : સજ્જતા અને કાર્યક્ષેત્ર’ (લેખક અને સંપાદક – સંજય પટેલ, પૃષ્ઠ : ૫૬)