વાર્તા.com

Price

₹ 60.00

Stock available
Stock available quantity : 341
Quantity

આપણે ત્યાં આરંભે વાર્તા કહેવા અને સાંભળવાનું ઘણું મહત્ત્વ હતું. પરિવારમાં માતા-પિતા, દાદા-દાદી ઘરનાં બાળકોને સરસ રીતે વાર્તા કહેતાં. કોઈપણ બાળકના વિકાસમાં વાર્તા ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવતી હોય છે. બાળકમાં શારીરિક, માનસિક સમજણથી માંડીને તેની અભિવ્યક્તિ સુધી વાર્તા નિર્ણાયક ભૂમિકા ભજવે છે. પહેલાંના સમયમાં પરિવારમાંથી બાળકને વાર્તા, ગીતોનો સરસ મજાનો ખજાનો મળી રહેતો. હવે વાર્તા, ગીતો કહેવા-ગાવાની પરંપરા જાણે કે થંભી ગઈ છે. તેવા સમયે બાળકમાં વાર્તા સાંભળવાનો રસ જન્મે તે પ્રકારની ૨૭ જેટલી બોધપ્રધાન વાર્તાઓ ‘વાર્તા.com’ પુસ્તકમાં પ્રગટ કરવામાં આવી છે. આ વાર્તાઓ બાળકમાં જિજ્ઞાસા, કુતૂહલ, વિસ્મય જેવા ભાવો પ્રગટાવી શકે તેવા પ્રકારની છે.

પુસ્તકનું નામ: ‘વાર્તા.com’, સંકલન: હર્ષદ પ્ર. શાહ, પૃષ્ઠ:૧૨૪