અંકુર

Price

₹ 50.00

Stock available
Stock available quantity : 397
Quantity

‘શિશુવિકાસ શ્રેણી’ અંતર્ગત પ્રકાશિત થયેલી બીજી પુસ્તિકા છે ‘અંકુર’. જેમાં જુદા જુદા સંબંધોથી બાળક પરિચિત થાય તે માટે માતા-પિતા, કાકા-કાકી, દાદા-દાદી જેવા સંબંધોની ઓળખ સરસ ભાષામાં જોડકણાં અને ચિત્ર સ્વરૂપે મૂકવામાં આવી છે. આ પુસ્તિકામાં દરેક ચિત્રની ઉપરના ભાગમાં પિતા સાથેના સંબંધો દર્શાવતાં ચિત્રો જેવા કે, કાકા, ફોઈ, ફુવા વગેરેની ઉપર પિતાનું ચિત્ર મૂક્યું છે. એવી જ રીતે માતૃપક્ષના સંબંધીઓને દર્શાવતાં ચિત્રોની ઉપર માતાનું ચિત્ર મૂક્યું છે. અને દરેક ચિત્ર ઉપર એક ખાલી ચોરસ મૂક્યો છે, જેમાં બાળક દ્વારા જ પોતાનાં નાના-નાની, દાદા-દાદી વગેરેના ફોટો લગાવાય. દરેક વાલીએ પોતાના બાળકને વિવિધ સંબંધોથી પરિચિત કરાવવા માટે અને આ સંબંધોની ઉષ્માનો સ્પર્શ કરાવવા માટે આ પુસ્તિકા ખૂબ ઉપયોગી બને તેમ છે.

પુસ્તકનું નામ: ‘અંકુર’, ચિત્રાંકન: જયદેવ જી. ધાંધિયા, પૃષ્ઠ:૧૮