પરિવારની પાઠશાળા

Price

₹ 100.00

Stock available
Quantity

આપણી ભારતીય જીવન પરંપરામાં પરિવારનું ખૂબ મહત્ત્વ આંકવામાં આવ્યું છે. પરિવાર-કુટુંબમાંથી જ ઉત્તમ સંસ્કારોનું બીજ બાળકમાં રોપાતું હોય છે. માટે પરિવારમાંથી જ બાળકનો સર્વાંગીણ વિકાસ કેમ થાય તેની તલસ્પર્શી ચર્ચા ‘પરિવારની પાઠશાળા’ પુસ્તકમાં કરવામાં આવી છે. આ ગ્રંથ એકવીસ જેટલાં પ્રકરણોમાં વિભાજિત છે. બાળક પરિવારનું કેન્દ્રબિંદુ હોવાથી તેના ઉછેરની વિશેષ કાળજી લેવી તે પ્રત્યેક માતાપિતાની ફરજ છે. બાળક શું જમશે, શું રમશે તેની દિનચર્યા કેવી હોવી જોઈએ તેની ઝીણી ઝીણી વાતો આ ગ્રંથમાં ચર્ચવામાં આવી છે.

પુસ્તકનું નામ: ‘પરિવારની પાઠશાળા’, લેખન-સંપાદન-સંકલન: શ્રી હર્ષદ પ્ર. શાહ, નીલેશ પંડ્યા, પૃષ્ઠ: ૧૮૦