અજન્મા શિશુની અંતર્યાત્રા (ગુજરાતી)

Price

₹ 100.00

Out of stock
Quantity

બાળક માતાના ગર્ભમાં હોય ત્યારે પ્રથમ માસથી લઈ અંતિમ માસ સુધીની તેના ઘડતરની પ્રત્યેક ક્રિયાનું આલેખન આ પુસ્તકમાં ગૂંથાયું છે. શ્રેષ્ઠ સંતાન માટે માતાપિતાએ કરવી પડતી તૈયારી, તેમની આચારસંહિતા, તેમની શારીરિક તૈયારી, ગર્ભાધાન પૂર્વે રાખવાની કાળજી, આહાર, તેમની શારીરિક-માનસિક-આધ્યાત્મિક તૈયારી વગેરેની ઉપયોગી વાતો ઉપરાંત પ્રાણાયામ, યોગાભ્યાસનું મહત્ત્વ, ગર્ભાધાન સંસ્કાર, તેની વિધિઓ વગેરેની વાતો રસપ્રદ રીતે આ પુસ્તકમાં મુકાઈ છે. તો સગર્ભા મહિલાએ માત્ર આહાર-વિહાર જ નહીં પરંતુ તેના આચાર-વિચાર-લાગણીઓને પણ સરસ મરોડ આપીને બાળકના ઘડતરમાં પોતાનો પ્રાણ રેડવાનો હોય છે. સંગીતની પણ કેવી અસરો બાળક પર સર્જાય છે તેનું સરસ નિરૂપણ અહીં થયું છે. સાથેસાથે રંગો અને આભૂષણોની ગર્ભસ્થ બાળક પર કેવી અસરો થતી હોય છે, નવજાત શિશુની સંભાળ કેમ કરવી, ગર્ભપાત થવાનાં કારણો તેમજ માતાના ગર્ભ સાથે જોડાયેલી કેટલીક વાતોને લેખકે આ પુસ્તકમાં મૂકી છે.

પુસ્તકનું નામ: ‘અજન્મા શિશુની અંતર્યાત્રા’, આલેખન: શ્રી. જ્યોતિબહેન થાનકી, પૃષ્ઠ: ૧૪૮