ભાષા મારી ગુજરાતી છે

Price

₹ 100.00

Stock available
Stock available quantity : 344
Quantity

માતૃભાષાનું મહત્ત્વ આજે ધીમે ધીમે સમાજમાં ઘટી રહ્યું છે, ત્યારે માતૃભાષાનું મહત્ત્વ પ્રસ્થાપિત કરતો ગ્રંથ ‘ભાષા મારી ગુજરાતી છે!’ તે અનેક પાસાંથી વાચનક્ષમ છે. જેમાં ગુજરાતી ભાષાની મધુરતા, ભવ્યતાને સર્જકે ૨૫ મણકામાં રજૂ કરી છે. લેખક અહીં વિકાસ અને વૈશ્વિકતા પ્રાપ્ત કરવા માટે માતૃભાષાને અનિવાર્ય માને છે. જેને અનુરૂપ સટીક વાતો પણ અહીં મંડાઈ છે. સાચી કેળવણી માટે લેખક માતૃભાષાને આગળ ધરે છે. માતૃભાષા ક્યારે? ક્યાં? કેવી? અસરો જન્માવી શકે તેની રસપ્રદ વાતો આ પુસ્તકમાં આપણને સાંપડે છે. માતૃભાષાના દરેક ચાહકે પોતાના ઘરમાં વસાવવા સમું આ મૂલ્યવાન પુસ્તક છે.

પુસ્તકનું નામ: ‘ભાષા મારી ગુજરાતી છે!’, લેખક: હર્ષદ પ્ર. શાહ, પૃષ્ઠ: ૧૫૭