બાળકો માટે આહાર માર્ગદર્શિકા

Price

₹ 100.00

Stock available
Stock available quantity : 425
Quantity

બાળક માતાપિતાને આંગણે આવે છે, તે પછી તેનું જતન કરવાની, તેના પાલન પોષણની જવાબદારી માતાપિતાની છે. તે એક ચેતનવંતું બીજ છે, જેનું જતન કરવું એ માતાપિતાની નૈતિક જવાબદારી છે. જેમ જમીનમાં બીજ વાવ્યા પછી તેને અંકુરિત થવા માટે ખાતર-પાણીની જરૂરિયાત રહે છે, તેમ માતા ગર્ભ ધારણ કરે ત્યારથી જ બાળકના સર્વાંગી વિકાસ માટે પૌષ્ટિક આહાર અતિ આવશ્યક છે. આ પુસ્તિકામાં સગર્ભાવસ્થામાં આહાર, ધાત્રીમાતાનો આહાર તથા બાળક્ને જન્મથી જ મળતાં માતાના દૂધ-ધાવણની ઉપયોગિતા બતાવવામાં આવી છે. માતાઓ તથા ઘરના સભ્યોમાં બાળકો માટેના પૌષ્ટિક આહાર વિશેની સાચી સમજ આપી કેળવવાનો પ્રયાસ આ પુસ્તિકા દ્વારા કરેલ છે.

પુસ્તકનું નામ : બાળકો માટે આહાર માર્ગદર્શિકા (સંપાદક – પ્રા.ક્રિષ્ના ઠક્કર, ડૉ.નીતા ચૌધરી)