ચિંતનકણિકા

Price

₹ 180.00

Stock available
Stock available quantity : 1470
Quantity

જેવું નામ છે એવું જ સમૃદ્ધ આ પુસ્તકનું વિચારબીજ છે. બાળ-વિકાસ અને બાળ-ઉછેરની વિવિધ પદ્ધતિઓ અને પ્રક્રિયાઓ વિશેના વિચારોનો એક નાનકડો ચમકારો, ઝબકારો આપણને મનુષ્યરૂપી ઉત્તમ જ્યોતિપુંજનું નિર્માણ કરવા તરફ લઈ જાય છે. 'બાળક એ ભરવા માટેનું પાત્ર નથી, પરંતુ પ્રગટાવવા માટેનો જ્યોતિ છે' એવું જ્યારે આપણે વારંવાર કહીએ છીએ ત્યારે આ પુસ્તકમાં બાળ-વિકાસને લગતું ચિંતન તેના લેખક શ્રી હર્ષદ પ્ર. શાહના પાંચ દાયકાના જીવન-અનુભવના પરિપાક રૂપે રજૂ થયું છે. અતિ ઝડપે વિકસતી આજની પેઢીના બાળકોમાં સંસ્કારોનું સિંચન અને ઉત્તમ ચારિત્ર-ઘડતર કરી પૂર્ણ મનુષ્યના રૂપમાં તેને તૈયાર કરવાનું કામ આ પુસ્તકમાં નિહિત વિચારો થકી થઈ શકે એમ છે. જેટલા સુંદર વિચારો છે એટલું જ સુંદર રીતે પુસ્તકનું સંયોજન થયેલું છે. આકર્ષક રંગીન ચિત્રો એના વિચારોની સાથે સૌનો પુસ્તક સાથે સ્નેહતંતુ રચી આપશે.

પુસ્તકનું નામ: ચિંતનકણિકા (પ્રસ્તુતિ: હર્ષદ પ્ર. શાહ, પૃષ્ઠ: ૧૦૪)