ભારતીય ખેલ

Price

₹ 150.00

Stock available
Stock available quantity : 417
Quantity

આ પુસ્તિકા બાળકોને ઉપયોગી થાય તેવી જૂથની રમતો, વ્યક્તિગત રમતો, પ્રાચીન ભારતીય રમતો, સમતોલ આહાર, પ્રાથમિક સારવાર, શાળા આરોગ્ય કાર્યક્રમ, રાષ્ટ્રીય કુટુંબ કલ્યાણ વગેરેની સમજૂતી આપવામાં આવી છે. આ પુસ્તકમાં સૈદ્ધાંતિક અને પ્રાયોગિક વિષયનું મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ બધી રમતો દ્વારા બાળકનો શારીરિક વિકાસ થાય છે. તેની સાથે મગજ, આંખ, કાન જેવી ઇન્દ્રિયો અને આખા નાડીતંત્રનો વિકાસ થાય છે. ખેલાડીની હિંમત ખૂલે છે. વિદ્યાર્થીના શારીરિક, માનસિક, અને સામાજિક વિકાસ માટે રમતો ખૂબ જ ઉપયોગી છે. આ ભારતીય ખેલ થકી બાળકને એકબીજા સાથે હળીમળીને જીવવાનો, પ્રત્યેકની ક્ષમતાઓ અને ખૂબીઓને નિરખવાનો મોકો રમતજગત આપે છે. સમાજને એક કરવાનું કામ તથા રાષ્ટ્રોને મિત્રતાથી જોડવાનું કાર્ય પણ રમતોના તંદુરસ્ત વાતાવરણના નિર્માણથી શક્ય બને છે. આ પુસ્તિકા રમત-ગમત સાથે સંકળાયેલ તમામ સમુદાય માટે ઉપયોગી થાય એમ છે.

પુસ્તકનું નામ: ‘ભારતીય ખેલ’ (સંપાદકો – ડો. કુણાલ પંચાલ, ડૉ. શિલ્પા એમ. વાળા, ડો. મહેન્દ્ર પટેલ પૃષ્ઠ: ૮૦ )