‘ગર્ભસંવાદ-ગર્ભધ્યાન’ એ ૪૬ જેટલાં પૃષ્ઠની પુસ્તિકા છે. જેમાં બાળક સાથેના સંવાદનું અદ્ભુત માહાત્મ્ય રજૂ થયું છે. દરેક ગર્ભવતી માતાએ અચૂક વાંચવા - વસાવવા જેવી આ પુસ્તિકામાં ગર્ભમાં રહેલા બાળકને કેવી રીતે સૂક્ષ્મ જ્ઞાન આપવું તેની સરસ વાતો કરવામાં છે. ઉત્તમ સંતતિ પ્રાપ્ત કરવા માટે પ્રાર્થના શું કામ કરે, તેની આવશ્યકતા શી છે, પ્રાર્થના અને ગર્ભસંવાદ દ્વારા જન્મેલાં સંતાનો, બીજ અંકુરણ પર પ્રાર્થનાની અસર જેવા મુદ્દાની તાર્કિક ચર્ચા આ પુસ્તિકામાં કરાઈ છે. આ પુસ્તિકાનું મહત્ત્વ એટલા માટે પણ વિશેષ છે કે અહીં બાળક સાથે પ્રથમ માસથી લઈ નવમા માસ સુધી જે સંવાદ કરવાનો હોય છે તે સંવાદ આ પુસ્તિકામાં મુકાયો છે. બાળવિકાસ માટેના અત્યંત મહત્ત્વના મનાતા પ્રાર્થના, ગર્ભસંવાદ અને ગર્ભધ્યાન જેવા ત્રણ મુદ્દાને લેખકે સરસ રીતે આ પુસ્તિકામાં વણી લીધા છે.