ગિજુભાઈનાં વિચારમોતી

Price

₹ 150.00

Out of stock
Quantity

મોન્ટેસોરી પદ્ધતિ ઉપરનું ગિજુભાઈનું પુસ્તક બાળક સાથે જેને પણ પનારો પડવાનો છે તેવા માતાપિતા, શિક્ષકો અને સમાજની દરેક વ્યક્તિ માટે ગીતા સમાન પુસ્તક છે. આજે હવે સમય જેટયુગનો બનતો જાય છે તેમ તેમ વાચકોને આ વિશાળ પુસ્તકમાંથી પંચામૃત સમાન તેનો અર્ક મળી રહે તેવા અવતરણોરૂપી એક પુસ્તકનું નિર્માણ કરવામાં આવ્યું છે. મોન્ટેસોરી મધર પરથી ગિજુભાઈએ "મોન્ટેસોરી પદ્ધતિ" પુસ્તક આપ્યું તેમાં ગિજુભાઈનું પોતાનું દર્શન સામેલ છે. પ્રસ્તુત પુસ્તકમાં મોન્ટેસોરી મેથડના નામે લખાયેલ પુસ્તકના મહત્ત્વના અવતરણો તો અલગ તારવવામાં આવ્યા જ છે પરંતુ તેથી વિશેષ વાચકોને એક નવી દૃષ્ટિ મળે તે હેતુથી અવતરણને સમજવા માટે તેમજ આજના ઝડપના યુગમાં વાંચનનો સમય ન રહે તો સાંભળવા મળે તે માટે આખાય મૂળ પ્રકરણને સાંભળવું હોય, સંદર્ભ સમજવા હોય તો તે માટેના પણ ભિન્ન ભિન્ન QR CODE મૂકીને એક નવી શૈલી ઊભી કરવામાં આવી છે. આમ તો મોન્ટેસોરી પદ્ધતિનું જ એક અવતરણ જે આ પુસ્તકમાં છે, તે પ્રમાણે "શીખવાના વિષયો કરતા શીખનાર વધારે અગત્યનો છે અને શું શીખવું, શું ન શીખવું એનો નિર્ણય શીખનાર ઉપર જ છે; નહીં કે શીખવનાર ઉપર." આ અવતરણ અનુસાર આ પુસ્તકોના ભાવકો અને વાચકો સમક્ષ આ નૂતન પ્રયોગ મૂકીને તેઓ સ્વયં પોતાની પ્રજ્ઞા અનુસાર આમાંથી કંઈક પ્રાપ્ત કરી લેશે તેવો આશાવાદ છે.

પુસ્તકનું નામ : ગિજુભાઈનાં વિચારમોતી , સંયોજક : ડૉ.ટી.એસ.જોષી, સહ સંપાદક – ડૉ. સીમા એમ. બિહોલા , પૃષ્ઠ : ૧૭૪