આ પુસ્તકમાં સોળ જેટલા જ્યોતિર્ધરો હેમચંદ્રાચાર્ય, જિનપદ્મસૂરી, માણેકયસુંદરસૂરિ, નરસિંહ મહેતા, ભાલણ, મીરાંબાઈ, તોરલ, લોયણ, અખો, પ્રીતમદાસ, પ્રેમાનંદ, શામળ, સહજાનંદસ્વામી, 'પ્રેમસખી'પ્રેમાનંદ, બ્રહ્માનંદસ્વામી, દયારામનાં જીવન અને તેમના સાહિત્યિક પ્રદાન વિષેની મહત્ત્વપૂર્ણ વિગતો મધ્યકાળના વિદ્વાન, અભ્યાસુ અધ્યાપકો દ્વારા આલેખાઈ છે. આશરે સાતસો જેટલાં વર્ષના મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઈતિહાસના એવા સર્જકો કે, જેમણે સમગ્રયુગને પોતાના સર્જન વડે પ્રભાવિત કર્યો હોય, ગુર્જર ભાષાને અન્ય સમોવડી કરવાનો યશ મેળવ્યો હોય, ગુજરાતી પ્રજાને જ્ઞાન, ભક્તિના માર્ગ વડે જીવનસંઘર્ષમાં ટકી રહેવાની પ્રેરણા આપી હોય તેમજ સમગ્ર યુગને પોતાના મૂલ્યવાન સાહિત્ય થકી અજવાળ્યા હોય તેવા સોળ જેટલા સર્જકોની, તેમના જીવન-જીવનઘડતરની તથા તેમના સાહિત્યિક પ્રદાન વિશેની રસપ્રદ રજૂઆત આ પુસ્તકમાં આલેખન પામી છે.