આ પુસ્તિકામાં તરુણ અવસ્થાને લઈને બાર જેટલા તજ્જ્ઞોના લેખો સમાવવામાં આવ્યા છે. તરુણઅવસ્થાએ બાળકનો સૌથી મહત્ત્વનો જીવન પડાવ છે. આ સમયમાં જ બાળકમાં માનસિક, શારીરિક પરિવર્તનનો માહોલ રચાતો હોય છે. જેના કારણે તે વિવિધ પ્રકારની તાણ અનુભવે છે. આવા સમયે જો તેને યોગ્ય સલાહસૂચન આપવામાં આવે તો તે યોગ્ય દિશાને પામે છે. માટે જ વ્યક્તિજીવનમાં આ અવસ્થાનું ખૂબ મહત્ત્વ આંકવામાં આવ્યું છે. આ પુસ્તિકામાં તરુણઅવસ્થા શું છે? આ સમયએ તરુણનું માનસ શું શું અનુભવે?આ પડાવ યુવાન માટે કેમ મહત્ત્વનો મનાય છે? આ સમયે યુવાન કેવી કેવી મૂંઝવણો અનુભવે?માતાપિતાની પોતાના બાળકને લઈને કેવી મહત્ત્વકાંક્ષાઓ હોય છે? આદર્શ બાળક કેવું હોય? આવા વિષયો પરની અસરકારકવાતો આ પુસ્તિકામાંથી આપણને લાધે છે. યુવાવસ્થાને જાણવા, સમજવા માંગતા હરકોઈ માટે આ પુસ્તિકા ઉપયોગી થાય એમ છે.